કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, ભારતે પાકિસ્તાનનાં નવ આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડ્યું છે. ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક એર સ્ટ્રાઇક કર્યા બાદ બહેનોના માથા પરથી સિંદુર ભૂંસનારા આતંકવાદીઓનો ખાત્મો કરી દીધો છે.
શ્રી શાહે અમદાવાદના નારણપુરા ખાતે એક હજાર 593 કરોડ રૂપિયાનાં ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. નારણપુરા ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રી શાહે પ્રધાનમંત્રી આવાસ નિર્માણ યોજના અંતર્ગત 107 કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્માણ પામેલા એક હજાર 55 આવાસોનાં ડ્રોનાં કેટલાંક લાભાર્થીઓને ચાવી એનાયત કરી હતી.