ડિસેમ્બર 15, 2025 7:52 એ એમ (AM)

printer

ભારતે પાંચ મેચની ટી૨૦ શ્રેણીની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટથી હરાવ્યું

ભારતે પાંચ મેચની ટી૨૦ શ્રેણીની ત્રીજી મેચમાં ગઇકાલે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટથી હરાવ્યું.
ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાના ૧૧૮ રનના લક્ષ્યાંકના જવાબમાં, ભારતે ૧૫ ઓવર અને પાંચ બોલમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૨૦ રન બનાવ્યા. અભિષેક શર્માએ સૌથી વધુ ૩૫ રન બનાવ્યા, જ્યારે તિલક વર્મા ૨૫ રન બનાવી અણનમ રહ્યા.
આ પહેલા, ભારતે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત વીસ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને ૧૧૭ રન બનાવ્યા. કેપ્ટન એડેન માર્કરામે સૌથી વધુ ૬૧ રન બનાવ્યા. ભારત માટે અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી. આ જીત સાથે, ભારતે પાંચ મેચની શ્રેણીમાં બે-એકની સરસાઈ મેળવી લીધી છે.
શ્રેણીની ચોથી મેચ બુધવારે લખનૌમાં રમાશે. અંતિમ મેચ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.