વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં તેમના નેપાળી સમકક્ષ અનિલ કુમાર સિંહા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.આ બેઠક દરમિયાન બંને દેશોએ ભારત અને નેપાળ વચ્ચે પરિવહન સંધિના પ્રોટોકોલમાં સુધારો કરતા લેટર ઓફ એક્સચેન્જ (LoE) પર હસ્તાક્ષર કર્યા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પત્ર જોગબની-બિરાટનગર રેલ લિંક પર કન્ટેનરાઇઝ્ડ અને બલ્ક કાર્ગો બંને માટે સીધી રેલ કનેક્ટિવિટીને સરળ બનશે.આ પહેલ કોલકાતા અને વિશાખાપટ્ટનમ બંદરોથી નેપાળ કસ્ટમ્સ યાર્ડ કાર્ગો સ્ટેશન સુધી પરિવહનને સુચારું બનાવશે.
Site Admin | નવેમ્બર 14, 2025 9:23 એ એમ (AM)
ભારતે, નેપાળ સાથે રેલ્વે કાર્ગો પરિવહન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા