ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી 2-1થી જીતી લીધી છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટથી પરાજય આપ્યો હતો.ભારતીય ટીમે 39 ઓવર અને પાંચ બોલમાં એક વિકેટ ગુમાવીને 271 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 116 રન બનાવ્યા અને વિરાટ કોહલીએ અણનમ 65 રન બનાવ્યા.દક્ષિણ આફ્રિકા 47 ઓવર અને પાંચ બોલમાં 270 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ક્વિન્ટન ડી કોકે 106 રન અને કેપ્ટન ટેમ્બા બાવુમાએ 48 રન બનાવ્યા. ભારત તરફથી કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર-ચાર વિકેટ લીધી. યજમાન ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Site Admin | ડિસેમ્બર 7, 2025 7:39 એ એમ (AM)
ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચોની એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી જીતી