ડિસેમ્બર 27, 2025 7:37 એ એમ (AM)

printer

ભારતે ત્રીજી મહિલા T20 ક્રિકેટ મેચમાં શ્રીલંકાને 8 વિકેટથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 3-0થી અજેય સરસાઈ મેળવી

ભારતે ત્રીજી મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ગઈકાલે રાત્રે તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા. શ્રીલંકા તરફથી ઇમેશા દુલાનીએ સૌથી વધુ 27 રન બનાવ્યા. ભારત તરફથી રેણુકા સિંહ ઠાકુરે ચાર વિકેટ લીધી, જ્યારે દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી. ભારતે માત્ર 13 ઓવર અને બે બોલમાં 115 રન બનાવીને મેચ જીતી લીધી. શેફાલી વર્માએ 42 બોલમાં અણનમ 89 રન બનાવ્યા. રેણુકા સિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી