ભારતે, ત્રીજી અંડર-૧૯ એક દિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને ૨૩૩ રનથી હરાવી ૩-૦થી શ્રેણી જીતી લીધી છે.
બેનોનીના વિલોમૂર પાર્ક ખાતે રમાયેલી ત્રણ મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને જીત માટે ૩૯૪ રનના લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકા ૩૫ ઓવરમાં ૧૬૦ રનમાં ઓલઆઉટ થયું હતું.
અગાઉ દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો.. ભારતે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૩૯૩ રન બનાવ્યા. ભારતીય કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ ૭૪ બોલમાં શાનદાર ૧૨૭ રન બનાવ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 8, 2026 9:14 એ એમ (AM)
ભારતે, ત્રીજી અંડર-૧૯ એક દિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવી શ્રેણી જીતી