ડિસેમ્બર 1, 2025 8:30 એ એમ (AM)

printer

ભારતે ત્રણ મેચની એક દિવસિય શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

ક્રિકેટમાં, ભારતે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું. ગઇકાલે રાંચિમાં રમાયેલી મેચમાં 350 રનના લક્ષ્યનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકા 4 બોલ બાકી રહેતા 332 રનમાં ઓલઆઉટ થઈ ગયું. કુલદીપ યાદવે 4 જ્યારે હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી હતી.પહેલા બેટિંગ કરતાં વિરાટ કોહલીના 120 બોલમાં 135 રનની મદદથી, ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટે 349 રન બનાવ્યા હતા. આ ઇનિંગ સાથે, કોહલીએ તેની 52મી ODI આંતરરાષ્ટ્રીય સદી નોંધાવી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદીનો નવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે.વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ જીત સાથે ભારત ત્રણ મેચની ODI શ્રેણીમાં 1-0થી આગળ છે.