વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી છે કે ભારતે તેનું પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક દવા નેફિથ્રોમાઈસીન વિકસાવી લીધી છે.ગઈકાલે નવી દિલ્હીમાં એક તબીબી વર્કશોપનું ઉદ્ઘાટન કરતાં તેમણે જણાવ્યું હતું કે આ એન્ટિબાયોટિક દવા-પ્રતિરોધક શ્વસન ચેપને દૂર કરવામાં અસરકારક છે. તેમણે સમજાવ્યું કે આ દવા ખાસ કરીને કેન્સરના દર્દીઓ અને અનિયંત્રિત ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે.શ્રી સિંહેએ વાત પર પણ ભાર મૂક્યો હતો કે દેશે તેના વૈજ્ઞાનિક અને સંશોધન વિકાસને વેગ આપવા માટે એક આત્મનિર્ભર ઇકોસિસ્ટમ વિકસાવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે AI-આધારિત હાઇબ્રિડ મોબાઇલ ક્લિનિક્સ ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં સેવાઓ પૂરી પાડીને બધા માટે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે નવીનતા, સહયોગ અને કરુણાનું સંયોજન દેશને વિકસિત રાષ્ટ્ર બનવામાં મદદ કરશે.
Site Admin | ઓક્ટોબર 19, 2025 8:11 એ એમ (AM)
ભારતે તેની પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક દવા નેફિથ્રોમાઈસીન વિકસાવી