ભારતે હડકવાના ફેલાવાને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે તિમોર-લેસ્ટે ટાપુ રાષ્ટ્રને બે હજાર હડકવા ઇમ્યુનોગ્લોબ્યુલિન બોટલ અને 10 હજાર હડકવા રસીના ડોઝ મોકલ્યા છે. ભારતે ગ્લોબલ સાઉથના દેશો માટે વિશ્વસનીય આરોગ્ય ભાગીદાર તરીકેની તેની ભૂમિકાને પણ પુનઃપુષ્ટિ આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, તિમોર-લેસ્ટેએ માર્ચ 2024માં હડકવા રોગનો પહેલો માનવ કેસ નોંધાવ્યો હતો. આ પછી, WHOએ દેશના આરોગ્ય મંત્રાલયને હડકવા રસીના છ હજાર ડોઝ અને ઇમ્યુનોગ્લોબ્યુલિનના બે હજાર ડોઝ પૂરા પાડ્યા.
Site Admin | નવેમ્બર 4, 2025 9:41 એ એમ (AM)
ભારતે તિમોર-લેસ્ટેને હડકવાના ફેલાવાને નિયંત્રિત કરવા માટે રસીના 10 હજાર ડોઝ મોકલ્યા