ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 9, 2025 1:40 પી એમ(PM)

printer

ભારતે તાજેતરના દ્વિપક્ષીય વેપાર કરારો હેઠળ ઓસ્ટ્રેલિયા, યુએઈ, સ્વિટ્ઝર્લૅન્ડ અને નોર્વે જેવા વિકસિત દેશો પર લાદવામાં આવેલા સરેરાશ ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે

ભારતે તાજેતરના દ્વિપક્ષીય વેપાર કરારો હેઠળ ઓસ્ટ્રેલિયા, યુએઈ, સ્વિટ્ઝર્લૅન્ડ અને નોર્વે જેવા વિકસિત દેશો પર લાદવામાં આવેલા સરેરાશ ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, યુરોપિયન યુનિયન અને યુકે સહિત અન્ય ભાગીદાર દેશો સાથે પણ આવી જ વાતચીત ચાલી રહી છે. અમેરિકા સાથે પણ ચર્ચાઓ ચાલી રહી છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં, ભારત અને અમેરિકા આ વર્ષના અંત સુધીમાં પારસ્પરિક બહુ-ક્ષેત્રીય દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાની વાટાઘાટો કરવા સંમત થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાટાઘાટો આગળ વધારવા માટે વરિષ્ઠ પ્રતિનિધિઓની નિમણૂક કરવા સંમતિ આપી. ત્યારબાદ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં એક ભારતીય પ્રતિનિધિમંડળે આ અઠવાડિયે વોશિંગ્ટનની મુલાકાત લીધી અને અમેરિકાના વાણિજ્ય સચિવ અને વેપાર પ્રતિનિધિઓને મળ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ