ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવું જોઈએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન નિર્દોષ લોકો પર લશ્કરી બર્બરતાના અહેવાલોનો ઉલ્લેખ કર્યો. ભારત માને છે કે,
આ પાકિસ્તાનના દમનકારી અભિગમ અને આ વિસ્તારોમાંથી સંસાધનોની વ્યવસ્થિત લૂંટનું પરિણામ છે.
શ્રી જયસ્વાલે બાંગ્લાદેશના ગૃહ સલાહકાર જહાંગીર આલમ ચૌધરીના દાવાઓને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા, જેમણે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં તાજેતરની અશાંતિ ભારત સહિત બાહ્ય પ્રભાવોથી પ્રેરિત છે.
શ્રી જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અસમર્થ છે અને તેથી નિયમિતપણે દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરે છે.
Site Admin | ઓક્ટોબર 3, 2025 7:53 પી એમ(PM)
ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવું જોઈએ