ભારતે ચીન સાથે 2020 બાદ સરહદ અંગે આવેલા અવરોધ અને પરસ્પર અવિશ્વાસને દૂર કરવા માટે સરહદ સીમાંકનના કાયમી ઉકેલ પર ભાર મૂક્યો છે. ભારત-ચીન સરહદ પર શાંતિ અને સુમેળ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકતા, ભારતે પરસ્પર મતભેદો ઘટાડીને સરહદ વિવાદનો ઉકેલ લાવવાનું પણ આહ્વાન કર્યું છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠનના સંરક્ષણમંત્રીઓની બેઠક દરમિયાન ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જુન સાથે મુલાકાત કરી હતી. શ્રી સિંહે પરસ્પર સંબંધોને સામાન્ય બનાવવા માટેના બંને દેશોના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આમ કરવાથી બંને દેશોને ફાયદો થશે અને એશિયા અને વિશ્વમાં સ્થિરતા લાવવામાં પણ મદદ મળશે. બંને દેશોના નેતાઓ સરહદ સંબંધિત વિવિધ મુદ્દાઓની પ્રગતિ માટે વાતચીત ચાલુ રાખવા સંમત થયા હતા.
બેઠકમાં, શ્રી સિંહે શ્રી જૂનને તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા અને પાકિસ્તાનના આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર વિશે પણ માહિતી આપી હતી.
Site Admin | જૂન 27, 2025 1:59 પી એમ(PM) | ભારતે ચીન
ભારતે ચીન સાથે 2020 બાદ સરહદ અંગે આવેલા અવરોધ અને પરસ્પર અવિશ્વાસને દૂર કરવા માટે સરહદ સીમાંકનના કાયમી ઉકેલ પર ભાર મૂક્યો.