વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જટિલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વચ્ચે ભારત અને ચીન વચ્ચે મુક્ત વિચારો અને દ્રષ્ટિકોણના આદાનપ્રદાનના મહત્વ પર ભાર મૂક્યો છે. ડૉ. જયશંકરે આજે બેઇજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય બનાવવાથી પરસ્પર ફાયદાકારક પરિણામો મળી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે ગયા ઓક્ટોબરમાં કાઝાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચેની મુલાકાત બાદ ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સતત સુધારો થઈ રહ્યો છે. તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ મુલાકાતમાં તેમની ચર્ચાઓ સકારાત્મક માર્ગ જાળવી રાખશે.
ડૉ. જયશંકરે નોંધ્યું હતું કે કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થવાથી ભારતમાં પણ આ નિર્ણયની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. તેમણે કહ્યું કે ભારત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન-SCOમાં ચીનના સફળ પ્રમુખપદને સમર્થન આપે છે. ડૉ. જયશંકર આવતીકાલે તિયાનજિન શહેરમાં SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે.
Site Admin | જુલાઇ 14, 2025 2:05 પી એમ(PM)
ભારતે ચીન સાથે મુક્ત વિચારો અને દ્રષ્ટિકોણના આદાનપ્રદાનના મહત્વ પર ભાર મૂક્યો.