મે 14, 2025 7:41 પી એમ(PM)

printer

ભારતે ચીન અને તુર્કિયેનાં સમાચાર માધ્યમોનાં એક્સ એકાઉન્ટ્સને બ્લોક કર્યા

ભારતે ગ્લોબલ ટાઇમ્સ, શિન્હુઆ ન્યૂઝ એજન્સી અને ટીઆરટી વર્લ્ડના એક્સ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં કથિત રીતે પાકિસ્તાનનો ખોટો પ્રચાર કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ગ્લોબલ ટાઇમ્સ એ ચીનનાં સામ્યવાદી પક્ષની માલિકીના પીપલ્સ ડેઇલી હેઠળ સંચાલિત અંગ્રેજી ભાષાનું ટેબ્લોઇડ છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સી પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઇનાની સત્તાવાર સરકારી સમાચાર એજન્સી તરીકે સેવા આપે છે, જ્યારે ટીઆરટી વર્લ્ડ તુર્કીની જાહેર પ્રસારણકર્તા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.