ઓક્ટોબર 17, 2024 7:43 પી એમ(PM) | વિદેશ મંત્રાલય

printer

ભારતે કેનેડાની સરકારે કરેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા

ભારતે કેનેડાની સરકારે કરેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, કેનેડામાં અનેક ત્રાસવાદીઓનાં પ્રત્યાર્પણ અને કામચલાઉ ધરપકડ માટે ભારતની 26 વિનંતિઓ અને હજુ પણ કેનેડા સરકાર સમક્ષ અનિર્ણિત છે. આ ત્રાસવાદીઓમાં ગુરજીત સિંઘ, ગુરપ્રિત સિંઘ, અર્શદીપ સિંઘ ગિલ અને લખબીર સિંહનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, ભારતે લોરેન્સ બિશ્નોઇ સહિતની ગેંગના સભ્યો અંગે કેનેડાની સરકાર પાસેથી સલામતી સંબધિત માહિતી માંગી હતી અને કેનેડાને તેમની ધરપકડ કરીને કાયદા પ્રમાણે પગલાં લેવા માંગણી કરી હતી, પણ અત્યાર સુધી કેનેડા સરકારે કોઈ પગલું લીધું નથી, જે ગંભીર બાબત છે.
કેનેડાએ ભારત અને તેનાં રાજદ્વારીઓ વિરુધ્ધ કરેલાં ગંભીર આક્ષેપોનાં સમર્થનમાં હજુ સુધી કોઈ પુરાવો રજૂ કર્યો નથી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.