ઓક્ટોબર 7, 2025 8:17 એ એમ (AM)

printer

ભારતે, કતાર ખાતે ડિજિટલ અને નાણાકીય સહયોગ માટે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPIને લોન્ચ કર્યું

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે દોહાના લુલુ મોલમાં ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ને લોન્ચ કર્યું.આ પ્રસંગે શ્રી ગોયલે જણાવ્યુ કે ભારત અને કતાર વચ્ચે ડિજિટલ અને નાણાકીય સહયોગમાં એક નવો સીમાચિહ્નરૂપ છે. upi થકી આ બે દેશ વચ્ચેની સરહદ પાર વધતા વિશ્વાસનું પ્રતીક છે અને બંને દેશોમાં નાગરિકો અને વ્યવસાયો માટે વ્યવહારોની સરળતા વધશે.તેમણે ઉમેર્યું કે આ પહેલ ઝડપી, ઓછા ખર્ચે નાણાંની લેવડ દેવળ માટે UPI ને “મોડેલોમાં વિશ્વાસનું પ્રતીક” ગણાવ્યું. નવ વર્ષ પહેલાં લોન્ચ કરાયેલ, UPI ભારતની સૌથી મોટી ડિજિટલ સફળતાની ગાથા બની છે. જે દેશના ડિજિટલ ચુકવણીના 85 ટકા અને વૈશ્વિક ડિજિટલ વ્યવહારોના લગભગ અડધો હિસ્સો ધરાવે છે. વાર્ષિક 640 અબજથી વધુ વ્યવહારો સાથે, UPI ફિનટેક ટેકનોલજીમાં ભારતનું નેતૃત્વ મોખરે રહશે.