ભારતે ઓસ્ટ્રેલિયાના સનશાઇન કોસ્ટમાં 66મા આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ત્રણ સુવર્ણ, બે રજત અને એક કાંસ્યચંદ્રક જીત્યા છે.દિલ્હીના કનવ તલવાર અને આરવ ગુપ્તા તથા મહારાષ્ટ્રના આદિત્ય મંગુડીએ સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. કર્ણાટકના એબેલ જ્યોર્જ મેથ્યુ અને દિલ્હીના આદિશ જૈને રજતચંદ્રક જીત્યા હતા. દિલ્હીના અર્ચિત માનસે કાંસ્યચંદ્રક મેળવ્યો હતો. આ સ્પર્ધામાં કુલ 630 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 69 મહિલાઓનો સમાવેશ થાય છે.1998 પછી આ બીજી વખત છે જ્યારે ભારતે આ ઓલિમ્પિયાડમાં ત્રણ સુવર્ણ ચંદ્રક જીત્યા છે. વર્ષ 2024માં, ભારતે ચાર સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો હતો. 1989માં આ સ્પર્ધા શરૂ થયા પછી ભારતે અત્યાર સુધીમાં 23 સુવર્ણ ચંદ્રકો જીત્યા છે. આ વર્ષે ભારત સ્પર્ધામાં સાતમા ક્રમે રહ્યું છે.
Site Admin | જુલાઇ 20, 2025 9:27 એ એમ (AM)
ભારતે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ 66મા આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ત્રણ સુવર્ણ, બે રજત અને એક કાંસ્યચંદ્રક જીત્યા
