ભારતે ઇંગ્લેન્ડના વોલ્વરહેમ્પ્ટન ખાતે પુરુષ અને મહિલા એમ બંને ટીમોએ કબડ્ડી વિશ્વ કપ 2025 જીત્યો છે. પુરુષોની ટીમે અંતિમ મેચમાં ઘરઆંગણાની ટીમ ઇંગ્લેન્ડને 44-41 સાથે હરાવ્યું હતું.
અગાઉ, ભારતીય મહિલા ટીમે પણ આ જ સ્થળે ફાઇનલમાં 57-34 ના પ્રભાવશાળી સ્કોર સાથે ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. એશિયાની બહાર પ્રથમ વખત, આ ટુર્નામેન્ટમાં ટોચની કબડ્ડી ટીમોએ વેસ્ટ મિડલેન્ડ્સમાં સ્પર્ધા કરી હતી.
2019માં મલેશિયામાં યોજાયેલા પ્રથમ કબડ્ડી વિશ્વકપમાં પણ ભારતની પુરુષ અને મહિલા ટીમો વિજેતા બની હતી.
Site Admin | માર્ચ 24, 2025 6:48 એ એમ (AM)
ભારતે ઇંગ્લેન્ડના વોલ્વરહેમ્પ્ટન ખાતે પુરુષ અને મહિલા એમ બંને ટીમોએ કબડ્ડી વિશ્વ કપ 2025 જીત્યો
