ભારતે ઇંગ્લૅન્ડના લિવરપૂલમાં વિશ્વ મુક્કેબાજ સ્પર્ધામાં ત્રણ ચંદ્રક નિશ્ચિત કરી લીધા છે. ભારતીય ખેલાડી જાસ્મીન લૅમબોરિયા, નુપૂર શ્યોરાણ અને પૂજા રાની સેમિ-ફાઈનલમાં પહોંચ્યાં છે. જ્યારે બે વખતનાં વિજેતા નિખત ઝરીન ક્વાર્ટર ફાઈનલમાં હારી ગયાં હતાં. તેમને 51 કિલો વજન વર્ગમાં બે વખતનાં ઑલિમ્પિક રજત ચંદ્રક વિજેતા તુર્કીએનાં બુસે નાઝ કાકિરોગ્લુ સામે હારનો સામનો કરવો પડ્યો.
34 વર્ષનાં પૂજા રાનીએ પૉલૅન્ડનાં ઍમિલિયા કોટેરસ્કાને ત્રણ—બેથી હરાવી 80 કિલો વજન વર્ગની સેમિ-ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા નુપૂરે ઉઝબેકિસ્તાનના ઑલ્ટિનોય સોતિમ્બોએવાને હરાવી 80થી વધુ કિલો વજન વર્ગમાં સેમિ-ફાઈનલમાં જગ્યા બનાવી છે. જાસ્મીને પણ પોતાના વજન વર્ગમાં અંતિમ ચારમાં પહોંચીને ચંદ્રક નિશ્ચિત કર્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 1:59 પી એમ(PM)
ભારતે ઇંગ્લૅન્ડના લિવરપૂલમાં વિશ્વ મુક્કેબાજ સ્પર્ધામાં ત્રણ ચંદ્રક નિશ્ચિત કર્યા.