સપ્ટેમ્બર 7, 2024 7:49 પી એમ(PM)

printer

ભારતે આ મહિના દરમિયાન મોર્ગન સ્ટેનલીકેપિટલ ઈન્ટરનેશનલ (MSCI)ના  ઇમર્જિંગ માર્કેટ્સ ઈન્વેસ્ટેબલ માર્કેટસૂચકાંકમાં સંદર્ભમાં ચીનને પાછળ છોડી દીધું છે

ભારતે આ મહિના દરમિયાન મોર્ગન સ્ટેનલીકેપિટલ ઈન્ટરનેશનલ (MSCI)ના  ઇમર્જિંગ માર્કેટ્સ ઈન્વેસ્ટેબલ માર્કેટસૂચકાંકમાં સંદર્ભમાં ચીનને પાછળ છોડી દીધું છે. સૂચકાંકમાં ભારતનું મૂલ્ય 22 પૂર્ણાંક27 ટકા રહ્યું,જયારે ચીનનું  21 પૂર્ણાંક 58 ટકા રહ્યુંછે. ભારતના બજારોને અનુકૂળ વ્યાપક આર્થિકસ્થિતિઓથી લાભ થયો છે. વર્તમાન સ્થિતિમાં દેશને ભારતની  મજબૂત અર્થવ્યવસ્થાના વ્યાપક આર્થિક માળખાકીય સિદ્ધાંતોનીસાથે સાથે કોર્પોરેટ્સના ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી નોંધપાત્ર  રોકાણ પ્રાપ્ત થયું છે.  આ ઉપરાંત,ભારતને  ઇકવીટી બજારમાં વ્યાપક આધાર પર લાભ થયો છે. આ લાભમોટા, મધ્યમ અને નાના કૈપ સૂચકાંકોમાંપણ જોવા મળે છે. આ હકારાત્મક વલણમાં ફાળો આપનાર મુખ્ય પરિબળોમાં આ વર્ષની શરૂઆતના ભાગમાંવિદેશી પ્રત્યક્ષ રોકાણમાં 47 ટકાનો વધારો, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો અને ભારતીય ડેટ માર્કેટમાંનોંધપાત્ર વિદેશી પોર્ટફોલિયો રોકાણનો સમાવેશ થાય છે.વિશ્લેષકોના અનુમાન મુજબ, ઇન્ડેક્સમાં આ ફેરફાર પછી ભારતીયઇક્વિટીમાં આશરે 4 થી 4.5 અબજ ડોલરનો પ્રવાહ જોવા મળી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.