મે 27, 2025 7:46 પી એમ(PM)

printer

ભારતે આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે અને આ માટે દેશ કટિબદ્ધ છે. : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું, ‘આતંકી પ્રવૃત્તિઓ હવે પ્રૉક્સી વૉર નહીં, પણ આયોજનબદ્ધ વ્યૂહરચના છે. તેથી તેનો જવાબ પણ એ જ રીતે અપાશે. ભારતે આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે અને આ માટે દેશ કટિબદ્ધ છે. ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષના 20 વર્ષની ઉજવણી સમારોહ અને 5 હજાર 536 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવતા શ્રી મોદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂરને હવે સૈન્યબળ નહિ, 140 કરોડના જનબળથી આગળ વધારવાનું છે. તેમણે ઉમેર્યું કે સમગ્ર દેશમાં સિંદૂરિયા સાગર અને દેશભક્તિનો માહોલ છવાયો છે.

૧૯૬૦ની સિંધુ જળ સંધિનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં બંધોની સફાઈ કે કાંપ કાઢવામાં નહીં આવે તે અંગે સંમતિ થઈ હતી. કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ કહ્યું, ભારત હવે ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે.

શ્રી મોદીએ વિદેશી ચીજવસ્તુઓ ન વેચવા વેપારીઓને અપીલ કરી હતી.

શ્રી મોદી એ કહ્યું, ભારત “વસુધૈવ કુટુમ્બકમ”માં માને છે, જે કોઇની સાથે દુશ્મનાવટ નહિ, પરંતુ પ્રગતિ કરીને વૈશ્વિક સુખાકારીમાં યોગદાન આપવા માંગે છે.