સપ્ટેમ્બર 14, 2024 7:58 પી એમ(PM)

printer

ભારતે  આજે ચીનના હુલુનબુર ખાતે પાકિસ્તાનને 2-1થી હરાવીને  હીરો એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે

ભારતે  આજે ચીનના હુલુનબુર ખાતે પાકિસ્તાનને 2-1થી હરાવીને  હીરો એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે..પાકિસ્તાને આઠમી મિનિટે અહમદ નદીમ દ્વારા લીડ મેળવી હતી તે પહેલા સુકાની હરમનપ્રીતસિંહે બે પેનલ્ટી કોર્નરને ફેરવીને ભારતને જીત અપાવી હતી. ચીન અને જાપાન વચ્ચેની છેલ્લી લીગ મેચ નક્કી કરશે કે મલેશિયા અને ચીનમાંથી કઈ ટીમ સેમિફાઈનલમાં ભારત, પાકિસ્તાન અને કોરિયા સાથે રમશે. બેડમિન્ટનમાં, વિયેતનામ ઓપન સુપર 100 ટુર્નામેન્ટમાં ભારતીય જોડી ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની આશાસ્પદ દોડનો અણધાર્યો અંત આવ્યો કપિલાની બીમારીના કારણે  આ જોડીને આજે તેમની સેમિફાઇનલ મેચમાંથી ખસી જવાની ફરજ પડી., કપિલાને  સતત તાવ અને પીઠમાં દુખાવો હોવાથી તેના માટે મેચમાં ભાગ લેવો અશક્ય બન્યોહતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.