ભારતે આજે ખુઝદાર ઘટનામાં ભારતની સંડોવણીના પાકિસ્તાની આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે આતંકવાદના વૈશ્વિક કેન્દ્ર તરીકેની પ્રતિષ્ઠા પરથી ધ્યાન હટાવવા અને પોતાની મોટી નિષ્ફળતાઓ છુપાવવા માટે તમામ આંતરિક મુદ્દાઓ માટે ભારતને દોષી ઠેરવવાનો પાકિસ્તાનનો સ્વભાવ બની ગયો છે. તેમણે કહ્યું કે દુનિયાને ગેરમાર્ગે દોરવાનો આ પ્રયાસ નિષ્ફળ જશે. શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે આવી બધી ઘટનાઓમાં જાનમાલના નુકસાન પર ભારત શોક વ્યક્ત કરે છે.
Site Admin | મે 21, 2025 7:41 પી એમ(PM)
ભારતે આજે ખુઝદાર બોમ્બ વિસ્ફોટમાં ભારતની સંડોવણીના પાકિસ્તાનનાં આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા