ભારતે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા – ILO માં શ્રમિકોના કલ્યાણ, ગુણવત્તા યુક્ત રોજગાર અને સામાજીક ન્યાય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. ILO ની સંચાલન સમિતિની બેઠકમાં શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા દાવરાએ ભારત દ્વારા શ્રમિકોના કલ્યાણ માટે લેવાયેલા પગલાંઓની જાણકારી આપી હતી.
તેમણે કહ્યું કે ભારત સરકારે શ્રમિકોની સામાજીક સલામતી સુનિશ્ચિત કરવાના પ્રયાસો બમણાં કર્યા છે. પર્યાવરણને નુકસાન પહોંચાડે એવા રસાયણો અને કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો તેમજ શ્રમિકોની સલામતી વધારવા ભારત પ્રતિબદ્ધ છે, તેમ સુશ્રી દાવરાએ જણાવ્યું હતું.