ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાયેલી શિખર બેઠકનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગળ વધવાનો માર્ગ ફક્ત વાતચીત અને રાજદ્વારી દ્વારા જ શક્ય છે. અલાસ્કામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ ત્રણ કલાકની બેઠકબાદ તેમની ટિપ્પણીઓ બહાર આવી હતી. જે ફેબ્રુઆરી 2022 માં રશિયાના યુક્રેન પર આક્રમણ પછી પ્રથમ યુએસ-રશિયા શિખર બેઠક હતી.,યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેઓ સોમવારે વોશિંગ્ટનમાં ટ્રમ્પને મળશે . વ્હાઇટહાઉસે પુષ્ટિ આપી હતી કે ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથેના તેમના ફોન કોલ પછી નાટો નેતાઓ સાથે પણ વાત કરી હતી. દરમિયાન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, જર્મન ચાન્સેલર મેર્ઝ, યુકેના પ્રધાનમંત્રી સ્ટારમર અને ઇટાલીના પ્રધાનમંત્રી મેલોની સહિત યુરોપિયન નેતાઓએ ટ્રમ્પ દ્વારા શેર કરવામાં આવેલી માહિતીની સમીક્ષા કરવા માટે ઝેલેન્સ્કી સાથે ચર્ચા કરી હતી.પોલેન્ડના પ્રધાનમંત્રી ટસ્કે કહ્યું કે તેઓએ સંયુક્ત રીતે એક નિવેદન તૈયાર કર્યું છે.
Site Admin | ઓગસ્ટ 16, 2025 7:43 પી એમ(PM)
ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાયેલી શિખર બેઠકનું સ્વાગત કર્યું
