ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાને નકારી કાઢ્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ અટકાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ બંને દેશો સાથે ઘણો વેપાર કરવા જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે નવમી મેના રોજ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી વાતચીતમાં વેપારનો કોઈ ઉલ્લેખ નહોતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર શરૂ થયા બાદ અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ 8 અને 10 મેના રોજ વિદેશમંત્રી ડૉ. જયશંકર અને 10 મેના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે પણ વાત કરી પરંતુ તેમાં પણ વેપારનો કોઈ ઉલ્લેખ નહોતો.એક પત્રકાર પરિષદમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારત અને પાકિસ્તાન સાથે વેપાર વધારવાનું વચન આપ્યું હતું, ત્યારબાદ બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા હતા.
Site Admin | મે 13, 2025 8:51 એ એમ (AM)
ભારતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ અટકાવ્યાના દાવાને નકારી કાઢ્યો