ભારતે રાષ્ટ્રમંડળ રમતોની મૂલ્યાંકન સમિતિ સમક્ષ અમદાવાદમાં 2030 રાષ્ટ્રમંડળ રમતોત્સવનું આયોજન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના સભ્યો અને રાજ્ય તથા કેન્દ્ર સરકારના અધિકારીઓનો સમાવેશ કરતી અધિકારીઓની ભારતીય ટીમ દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરાયો. જેનું નેતૃત્વ રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને ભારતીય રાષ્ટ્રમંડળ રમતો મહામંડળના પ્રમુખ પીટી ઉષાએ કર્યું.
રાષ્ટ્રમંડળ રમતોના 100 વર્ષ પૂર્ણ થવાને કારણે 2030ની આવૃત્તિ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ભારત આ શતાબ્દી આવૃત્તિ માટે અમદાવાદને યજમાન શહેર તરીકે જાહેર કર્યું છે. આ પ્રસંગે, શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, “શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ફક્ત ગુજરાત માટે જ નહીં પરંતુ ભારત માટે પણ એક ગર્વની સીમાચિહ્નરૂપ રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 6:54 પી એમ(PM)
ભારતે અમદાવાદમાં 2030 રાષ્ટ્રમંડળ રમતોત્સવના આયોજન માટે પ્રસ્તાવ રજૂ કર્યો.