ભારતે, અફઘાનિસ્તાનને દવાઓના પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરીને માનવતાવાદી સહાય અને આરોગ્યસંભાળ સહયોગ યથાવત રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની આરોગ્યસંભાળ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે દવાઓ, રસીઓ અને 128-સ્લાઇસ સીટી સ્કેનરની મોટી સહાય સાધન સામગ્રી અફઘાનિસ્તાન મોકલવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં યોજાયેલ પરંપરાગત દવા પરના બીજા WHO ગ્લોબલ સમિટમાં ભાગ લેવા અફઘાન મંત્રી શ્રી મૌલવી નૂર જલાલીએ 16 થી 21 ડિસેમ્બર સુધી ભારતની મુલાકાતે હતા. શ્રી જલાલી વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહને પણ મળ્યા હતા. બેઠક દરમિયાન, બંને પક્ષોએ ચાલુ આરોગ્યસંભાળ સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સ, આરોગ્ય પર સંયુક્ત કાર્યકારી જૂથની રચના, અફઘાનિસ્તાનમાં કેન્સર સારવાર સુવિધાઓની સ્થાપના અને અફઘાન ડોકટરો માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો માટે તબીબી ડોકટરોની એક ટીમ અફઘાનિસ્તાન મોકલવાની ચર્ચા કરી.
Site Admin | ડિસેમ્બર 23, 2025 9:43 એ એમ (AM)
ભારતે, અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય અને આરોગ્યસંભાળ સહયોગ યથાવત રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી