નવેમ્બર 7, 2025 1:22 પી એમ(PM)

printer

ભારતીય હોકીની શતાબ્દી નિમિત્તે નવી દિલ્હીમાં રમાયેલી પ્રદર્શની મેચમાં હોકી ઇન્ડિયા ઇલેવન સામે સ્પોર્ટ્સ મિનિસ્ટર્સ ઇલેવનનો વિજય.

ભારતીય હોકીના શતાબ્દી સમારોહ નિમિત્તે આજે નવી દિલ્હીમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર્સ ઇલેવન અને હોકી ઇન્ડિયા ઇલેવન વચ્ચે એક પ્રદર્શની હોકી મેચ રમાઈ હતી.
આ મેચમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને અન્ય મહાનુભાવોએ ભાગ લીધો હતો. આ મેચ જોવા માટે ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ સ્ટાર ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા. આ મેચ સ્પોર્ટ્સ મિનિસ્ટર્સ ઇલેવને 3-1થી જીતી હતી.
ભારતીય હોકી ફેડરેશનની સ્થાપના 7 નવેમ્બર, 1925 ના રોજ કરવામાં આવી હતી જેનું નામ બાદમાં 2009 માં હોકી ઇન્ડિયા કરાયું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.