ભારતીય હોકીના 100 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આજે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવશે. શતાબ્દી ઉજવણીના ભાગ રૂપે 550 જિલ્લાઓમાં એક હજાર 400થી વધુ મેચો યોજાશે. મુખ્ય કાર્યક્રમ સવારે 8:30 વાગ્યે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે શરૂ થશે, જેમાં ભારતીય હોકીની ભવ્ય યાત્રા દર્શાવતી ઘણી વિશેષ ઘટનાઓ હશે.કેન્દ્રીય મંત્રી 11 અને હોકી ઇન્ડિયા મિશ્ર 11 વચ્ચે અડધા કલાકની પ્રદર્શની મેચ પણ રમાશે, જેમાં લિંગ સમાનતા, ટીમવર્ક અને સમાવેશકતા દર્શાવવામાં આવશે. પુરુષ અને મહિલા બંને રાષ્ટ્રીય ટીમોના ટોચના ખેલાડીઓ ભાગ લેશે. ત્યારબાદ હોકીના દિગ્ગજોનું સન્માન કરવામાં આવશે.ભારતના હોકી વારસાને આકાર આપનારા ખેલાડીઓની પેઢીઓને શ્રદ્ધાંજલિ આપતા, “ભારતીય હોકીના 100 વર્ષ” નામનો સત્તાવાર સ્મારક ગ્રંથ પણ બહાર પાડવામાં આવશે. સ્ટેડિયમમાં એક ફોટો પ્રદર્શન પણ યોજવામાં આવશે, જે મુલાકાતીઓને ભારતીય હોકીના 100 ગૌરવશાળી વર્ષોની દ્રશ્ય યાત્રા પર લઈ જશે.ભારત વિશ્વનો સૌથી સફળ હોકી રાષ્ટ્ર છે, જેણે આઠ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રકો જીત્યા છે અને 13 વખત ઓલિમ્પિક પોડિયમ સુધી પહોંચ્યું છે.
Site Admin | નવેમ્બર 7, 2025 7:34 એ એમ (AM)
ભારતીય હોકીના 100 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આજે રાષ્ટ્રવ્યાપી ઉજવણી