જુલાઇ 28, 2024 1:52 પી એમ(PM)

printer

ભારતીય હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત પૂર્વીય રાજસ્થાનમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને તટિય કર્ણાટક, છત્તીસગઢ, વિદર્ભ, કોંકણ અને ગોવાના અંતરિયાળ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ તરફ પૂર્વીય અને ઉત્તર પૂર્વીય ભાગોમાં આગામી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વીય રાજસ્થાન, જમ્મૂ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.