જાન્યુઆરી 5, 2025 2:31 પી એમ(PM)

printer

ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. IMDએ જણાવ્યું હતું કે, આવતીકાલે ઉત્તરાખંડમાં છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષાની પણ અપેક્ષા છે.
IMD એ આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થશે. તે એમ પણ કહેછે, કે આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્ય અને પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.