ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 5, 2024 10:10 એ એમ (AM) | newsupdate | topnews

printer

ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે

ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે એક ચક્રવાત ઉત્તરપૂર્વ રાજસ્થાન પર કેન્દ્રીય થયુ છે
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટકમાં આગામી બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. સપ્તાહ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ, વીજળીના ચમકારાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.