ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 18, 2024 2:12 પી એમ(PM)

printer

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ બાંગ્લાદેશ ઉપરનો નીચા દબાણનો વિસ્તાર આવતીકાલ સુધીમાં ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે અને બાંગ્લાદેશને અડીને આવેલા ગંગાના પશ્ચિમ બંગાળ નજીક લો પ્રેશરની સંભાવના છે. જેમને લઈ ગંગાના પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આ મહિનાની 20 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે પણ આગામી 2-3 દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આ દરમિયાન, IMDએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં આખા સપ્તાહ દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને હળવા વરસાદ પછી વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.