ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 7, 2024 2:14 પી એમ(PM)

printer

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગોવામાં તેમજ જમ્મુ-કાશ્મીર, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં આગામી બે થી ત્રણ દિવસ ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. આગામી ચાર દિવસ દરમિયાન આસામ અને મેઘાલય સહિત પૂર્વોત્તરના રાજ્યો માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન દિલ્હીમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.