ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 17, 2024 11:46 એ એમ (AM)

printer

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાત, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
દરમિયાન, સતત ભારે વરસાદને કારણે કેરળમાં સત્તાવાળાઓએ આજે આઠ જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. આ જિલ્લાઓમાં કન્નુર, કોઝિકોડ, વાયનાડ, પલક્કડ, થ્રિસુર, ઇડુક્કી, અલપ્પુઝા અને કોટ્ટાયમનો સમાવેશ થાય છે. જેમાં ટ્યુશન કેન્દ્રો, આંગણવાડીઓ અને વ્યાવસાયિક કોલેજો સહિતની તમામ શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે