ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 20, 2024 7:34 પી એમ(PM)

printer

ભારતીય હવામાન વિભાગે આગામી 3 દિવસ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને દક્ષિણ અંતરિયાળ કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને તેની નજીકના ઉત્તર આંદામાન સમુદ્ર પર નીચ ુ દબાણ બનવાની સંભાવના છે. તે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને મંગળવાર સવાર સુધીમાં ડિપ્રેશનમાં અને બુધવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારપછી, તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 24મી ઑક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. માછીમારોને આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર બંગાળની ખાડી અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અને તેની આસપાસ ન જવાની સલાહ છે.
આગામી ત્રણ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને દક્ષિણ અંતરિયાળ કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.