ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 13, 2024 4:36 પી એમ(PM)

printer

મધ્ય આસામના કેટલાક ભાગોમાં આજે સવારે 4.2ની તીવ્રતાના  ભૂકંપના આંચકા અનુભવાયા હતા

મધ્ય આસામના કેટલાક ભાગોમાં આજે સવારે 4.2ની તીવ્રતાના  ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાનના અહેવાલ નથી.સત્તાવાર માહિતી મુજબ, બ્રહ્મપુત્રા નદી ઉપર આવેલા ઉદલગુરી જિલ્લામાં સવારે પોણા આઠ  વાગ્યે આંચકા અનુભવાયા હતા.આ સાથે  જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે ૬ વાગીને ૧૪ મિનિટે 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા
અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગુંડોહમાં નોંધાયું  હતું.