ઓગસ્ટ 28, 2024 7:54 પી એમ(PM) | વરસાદ

printer

ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા સહિત કેટલાક જિલ્લાઓ માટે ફ્લડ રિસ્ક અલર્ટ પણ આપ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દરમિયાન રાજ્યના 200થી વધુ તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે.