ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 17, 2025 2:29 પી એમ(PM)

printer

ભારતીય હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી

ભારતીય હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર અને મિઝૉરમમાં આજે ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2થી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાત અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તાર, યમન, ઉત્તર આંતરિક કર્ણાટક અને ગંગા પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળ પર ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાનું અનુમાન છે.
બીજી તરફ તેલંગાણાના 33 જિલ્લામાંથી 22 જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. જ્યારે ઓડિશાના અનેક જિલ્લાઓમાં હવામાન ખાતાએ અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, હીટવેવની ચેતવણી આપી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.