પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સ્ક્વોશ ટીમને SDAT સ્ક્વોશ વર્લ્ડ કપ 2025 માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચવા બદલ અભિનંદન આપ્યા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ જોશના ચિનપ્પા, અભય સિંહ, વેલાવન સેન્થિલ કુમાર અને અનાહત સિંહના અસાધારણ પ્રદર્શનની પ્રશંસા કરી, નોંધ્યું કે તેમના સમર્પણ, શિસ્ત અને દૃઢ નિશ્ચયથી દેશને અપાર ગૌરવ મળ્યું છે. તેમણે ઉમેર્યંન કે આ સિદ્ધિ વૈશ્વિક મંચ પર ભારતીય રમતગમતની વધતી જતી શક્તિને પ્રદર્શિત કરે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આ વિજય દેશભરના અસંખ્ય યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે અને દેશના યુવાનોમાં સ્ક્વોશની લોકપ્રિયતાને વધુ વધારશે.
Site Admin | ડિસેમ્બર 15, 2025 2:31 પી એમ(PM)
ભારતીય સ્ક્વોશ ટીમને સ્ક્વોશ વર્લ્ડ કપ માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચવા બદલ દેશભરમાંથી અભિનંદનની વર્ષા