ભારતીય સૈન્ય વિરાસત ઉત્સવની બીજી વાર્ષિક આવૃત્તિનો આજે રાજધાની નવી દિલ્હીમાં પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારા આ ઉત્સવનો હેતુ વૈશ્વિક અને ભારતીય થિંકટેંક, કોર્પોરેશન, જાહેર તેમજ ખાનગી કંપનીઓ, સ્વયંસેવી સંસ્થાઓ, શિક્ષણવિદો તેમજ સંશોધન વિદ્વાનોને દેશની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ, લશ્કરી ઇતિહાસ તેમજ લશ્કરી વારસા વિશે માહિતી આપવાનો છે.
લશ્કરની ત્રણેય પાંખના વડા – CDS જનરલ અનિલ ચૌહાણ – થળ, જળ તેમજ વાયુદળના પ્રમુખ સાથે આ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉત્સવની શરૂઆતમાં પ્રોજેક્ટ ‘શૌર્ય ગાથા’નું લોકાર્પણ કરાયું. જેનો હેતુ ભારતીય લશ્કરી વારસા દ્વારા શિક્ષણ તેમજ પ્રવાસનને પોત્સાહન આપવાનો છે.
Site Admin | નવેમ્બર 8, 2024 2:30 પી એમ(PM) | ભારતીય સૈન્ય વિરાસત ઉત્સવ
ભારતીય સૈન્ય વિરાસત ઉત્સવની બીજી વાર્ષિક આવૃત્તિનો આજે રાજધાની નવી દિલ્હીમાં પ્રારંભ થયો
