ભારતીય સૈન્યની એક ટુકડી આજે ભારત અમેરિકાની સંયુક્ત લશ્કરી કવાયત ‘વ્રજ પ્રહાર’ની 15મી આવૃત્તિ માટે અમેરિકા જવા રવાના થઈ છે. અમેરિકાના આઇડહો ઓર્ચાર્ડ કોમ્બેટ ટ્રેઇનિંગ સેન્ટર ખાતે આયોજીત આકવાયત આવતીકાલથી શરૂ કરીને 22 નવેમ્બર સુધી ચાલશે. આ પૂર્વે ગત વર્ષે ડીસેમ્બરમાસમાં મેઘાલયમાં આ લશ્કરી કવાયત યોજાઈ હતી. ભારત અને અમેરિકા વચ્ચે યોજનારી આ બીજી સંયુક્ત લશ્કરી કવાયત છે. આ પૂર્વે સ્ટેમ્બરમાસમાં રાજસ્થાનમાં બંને સૈન્ય વચ્ચે યુદ્ધ અભ્યાસ 2024 કવાયત યોજાઈ હતી. સરંક્ષણમંત્રાલયના જણાવ્યા અનુસાર આ સંયુક્ત કવાયતમાં બંને દેશોના 45 – 45 જવાનો જોડાશે. ભારતીયસૈન્ય તરફથી વિશેષ દળની ટુકડી કવાયતમાં સામેલ થશે.
Site Admin | નવેમ્બર 1, 2024 5:27 પી એમ(PM)
ભારતીય સૈન્યની એક ટુકડી આજે ભારત અમેરિકાની સંયુક્ત લશ્કરી કવાયત ‘વ્રજ પ્રહાર’ની 15મી આવૃત્તિ માટે અમેરિકા જવા રવાના થઈ
