ઓક્ટોબર 3, 2025 10:09 એ એમ (AM)

printer

ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશમાં બસ અકસ્માતમાં 13 લોકોને બચાવ્યા

ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશમાં બસ અકસ્માતમાં 13 લોકોને બચાવી લીધા છે. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું કે, તવાંગ જિલ્લાના બૈશાખી નજીક 13 મુસાફરોને લઈ જતી બસ કોતરમાં પડી હતી.ગજરાજ કોર્પ્સના સૈનિકોએ “સ્વ પહેલાં સેવા”ની સર્વોચ્ચ પરંપરાનું પાલન કરીને, તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી તમામ 13 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સૈનિકોએ ઇજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી સહાય પણ પૂરી પાડી હતી.