ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 23, 2025 7:23 પી એમ(PM) | 76 માં પ્રજાસત્તાક દિન

printer

ભારતીય સેના 76 માં પ્રજાસત્તાક દિને કર્તવ્ય પથ પર યોજાનારી પરેડ માટે સજ્જ છે

ભારતીય સેના 76 માં પ્રજાસત્તાક દિને કર્તવ્ય પથ પર યોજાનારી પરેડ માટે સજ્જ છે. ત્યારે આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતાં, મેજર જનરલ સુમિત મહેતાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ એક માઉન્ટેડ કોલમ, આઠ મિકેનાઇઝ્ડ કોલમ અને છ માર્ચિંગ કન્ટિંજન્ટ દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ વખતે યુદ્ધક્ષેત્રની દેખરેખ પ્રણાલી અને DRDO દ્વારા પ્રલય શસ્ત્ર પ્રણાલીનું ચિત્રણ પરેડનું મુખ્ય આકર્ષણ રહેશે.
પરેડ દરમિયાન, ભીષ્મ T90 ટેન્ક, નાગ મિસાઇલ સિસ્ટમ, બજરંગ લાઇટ સ્પેશિયાલિસ્ટ વાહન, નંદીઘોષ ક્વિક રિએક્શન ફોર્સ વાહન, બ્રહ્મોસ, અગ્નિબાન, પિનાક, આકાશ શસ્ત્ર પ્રણાલી દેશની લશ્કરી શક્તિનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત, સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને NCC માર્ચિંગ ટુકડી પણ પરેડમાં ભાગ લેશે. પરેડ 26 જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને 90 મિનિટ સુધી ચાલુ રહેશે.
આ વર્ષે ઇન્ડોનેશિયન ટુકડી અને બેન્ડ દેશના મુખ્ય અતિથિ તરીકે આ વર્ષના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેશે. આકાશવાણી ન્યૂઝ સાથે ખાસ વાત કરતા, ઇન્ડોનેશિયન આર્મીના બ્રિગેડિયર ક્રિસ્ટોમી સિયાન્ટુરીએ જણાવ્યું હતું કે, પરેડમાં 352 ઇન્ડોનેશિયન આર્મી સૈનિકો ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, પરેડ દરમિયાન વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયોના કુલ 26 ટેબ્લો દેશની વિવિધતા અને સંસ્કૃતિને રજૂ કરશે. આ ટેબ્લો ‘સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસ’ ની થીમ પર આધારિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.