ભારતીય સેના માટે એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર ખરીદવા માટે સંરક્ષણ મંત્રાલયે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે બે હજાર કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ફાયર કંટ્રોલ રડાર ફાઇટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને દુશ્મન ડ્રોન સહિત તમામ પ્રકારના હવાઈ ખતરાઓને શોધી શકશે. આ હવાઈ સંરક્ષણ રેજિમેન્ટના આધુનિકીકરણમાં અને ભારતીય સેનાની ઓપરેશનલ તૈયારીમાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.
Site Admin | જુલાઇ 25, 2025 7:55 પી એમ(PM)
ભારતીય સેના માટે એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર ખરીદવા માટે સંરક્ષણ મંત્રાલયે બે હજાર કરોડ રૂપિયાના કરાર કર્યા
