ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 27, 2024 4:32 પી એમ(PM)

printer

ભારતીય સેનાની સૌથી મોટી લડાયક ટુકડી ભૂમિદળના યોગદાનને બિરદાવવા માટે આજે દેશભરમાં ભૂમિદળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે.

ભારતીય સેનાની સૌથી મોટી લડાયક ટુકડી ભૂમિદળના યોગદાનને બિરદાવવા માટે આજે દેશભરમાં ભૂમિદળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસનું એક અનોખું મહત્વ છે. 1947માં આ દિવસે ભારતીય સેનાના ભૂમિદળના જવાનો શ્રીનગર એરપોર્ટ પર ઉતરનાર પ્રથમ સૈનિક બન્યા હતા, જેમણે પાકિસ્તાન સમર્થિત આક્રમણકારોને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી.  આ પ્રસંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નવી દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી..