ડિસેમ્બર 16, 2025 9:19 એ એમ (AM)

printer

ભારતીય સેનાએ સ્વદેશી ડ્રોન ક્ષમતાઓને સક્ષમ બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારતીય સેનાએ ભૂમિ પ્રણાલીઓ માટે સ્વદેશી ડ્રોન ક્ષમતાઓને સક્ષમ બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સિકંદરાબાદમાં 515 આર્મી બેઝ વર્કશોપ દ્વારા આ કાર્યનું સંકલન થશે. આજની ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેનુ ઉત્પાદન કરાશે.આ સમજૂતી કરાર ડ્રોન ઉત્પાદનમાં ટેકનોલોજી ઇન્ફ્યુઝન પર ધ્યાન કેન્દ્રિત કરશે. IC એન્જિન-આધારિત ડ્રોન અને GPS- પ્રતિકૂળ વાતાવરણમાં કાર્ય કરવા સક્ષમ બને તે રીતે તેનું નિર્માણ કરાશે. સેનાએ જણાવ્યું કે, આ કરાર આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહિત કરે છે.