ભારતીય સેનાએ સોશિયલ મીડિયા એપ્લિકેશનના ઉપયોગ અંગે એક આંતરિક પત્ર જારી કર્યો છે, જેમાં ઓપરેશનલ સુરક્ષા અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર કોઈપણ પ્રકારની વાંધાજનક કે અન્ય પ્રકારે પ્રચાર અને પ્રસાર નહીં કરવા અંગે ભાર મૂકવામાં આવ્યો છે.ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે સેનાના કર્મચારીઓને ફક્ત જોવા અને દેખરેખ રાખવાના હેતુ માટે જ INSTAGRAM ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી કે પ્લેટફોર્મ પર કોઈ ટિપ્પણીઓ અથવા મંતવ્યો વ્યક્ત કરવા નહીં.તેમણે ઉમેર્યું હતું કે સ્કાયપે, વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્લિકેશનો માટે, સામાન્ય પ્રકૃતિની અવર્ગીકૃત માહિતીનું વિનિમય કરવાની મંજૂરી આપવામાં આવી છે. YOUTUBE, X, QUORA અને INSTAGRAM જેવા પ્લેટફોર્મના કિસ્સામાં, માહિતી અથવા જ્ઞાન મેળવવા માટે ફક્ત નિષ્ક્રિય ભાગીદારીને મંજૂરી આપવામાં આવી છે.આ પ્લેટફોર્મ પર કોઈપણ વપરાશકર્તા દ્વારા જનરેટ કરેલી સામગ્રી, સંદેશાઓ અથવા પોસ્ટ્સ અપલોડ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં, સૂત્રોએ જણાવ્યું હતું કે LINKEDIN નો ઉપયોગ ફક્ત રિઝ્યુમ અપલોડ કરવા અને સંભવિત નોકરીદાતાઓ અથવા કર્મચારીઓ સંબંધિત માહિતી મેળવવા માટે થઈ શકે છે.
Site Admin | ડિસેમ્બર 26, 2025 8:39 એ એમ (AM)
ભારતીય સેનાએ સોશિયલ મીડિયા એપ્લિકેશનના ઉપયોગ અંગે એક આંતરિક પત્ર જારી કર્યો