ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 20, 2024 11:05 એ એમ (AM)

printer

ભારતીય સેનાએ વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ સફળતાપૂર્વક હાથ ધરી

ભારતીય સેનાએ વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ સફળતાપૂર્વક હાથ ધરી હતી. અમદાવાદ તેમજ પોરબંદર ખાતે યોજાયેલી આ કવાયતમાં સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ઉપસ્થિત રહ્યાં હતા, જેમાં કોઇપણ આપત્તિને પહોંચી વળવા ભારતની તૈયારી પ્રદર્શિત કરાઇ હતી.
અમદાવાદ ખાતે કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ‘ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત’ની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી ટેબલ ટોપ કવાયત રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA), ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA), હવામાન વિભાગ અને FICCIના પ્રતિનિધિઓએ ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ સાથે હાજરી આપી હતી. જ્યારે ગઇકાલે પોરબંદરના ચોપાટી બીચ પર મલ્ટી-એજન્સી ક્ષમતા પ્રદર્શન યોજાયું હતું
ચક્રવાત જેવી આવેલી પરિસ્થિતિ દરમિયાન સંકલિત લોજિસ્ટિક્સ, ઝડપી પ્રતિભાવ અને અસરકારક આપદા વ્યવસ્થાપન વ્યૂહરચનાની પ્રેક્ટિસ કરતી વિવિધ એજન્સીઓની કામગીરી રજૂ કરવામાં આવી હતી
કવાયત દરમિયાન તૈનાત સંસાધનોની સહાયથી દુર્ઘટનાગ્રસ્ત લોકોના સ્થળાંતરણનું નિદર્શન કરવામાં આવ્યું હતું.